Gujarat weather report: મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 31 મે પહેલા વરસાદનુ આગમન થશે તેવી આગાહી કરવામાં આવી છે. છે.મિત્રો અત્યારે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે ગઈકાલે સાજે થોડા પવનો ફુકાતાં લોકોને થોડી રાહત મળી હતી અને જેના કારણે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં શું પલટો આવશે તે વિષે તેમને દર્શાવ્યું છે.
Gujarat weather report: હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોની આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં ત્રણ ચાર દિવસ ગરમીનો પ્રક્રોપ યથાવત રહેશે. પરંતુ હવે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ૩૧ મે સુધીમાં કેટ્લાક જીલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે સાજે ઠંડુ વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટાને લઈને બફારો પણ રહેશે.
વધુમાં હવામના વિભાગે તેમની અગાહીમાં દર્શાવ્યું કે અગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ હવામાન શુષ્ક રહેશે અને રાજ્યમાં ૨૫ થી ૩૦ કિ.મી ની ઝડપે પવનો ફુકાશે, જેના લિધે લોકોને સાજે સમયે ગરમીમાથી થોડો આરામ મળશે. જ્યારે ધુળની ડમારીઓ પણ ચડતી દેખાશે જેથી લોકોને મોઠું કવર કરીને જ નિકળવું જરુરી છે.
જાણો અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તેમની આગાહીમાં જણાવ્યું છે કે હવે લોકોને ધિમે ધીમે ગરમીથી રાહ્ત મળશે અને ૩૧ મે પછી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજા એંટ્રી કરશે. તેમજ ઉત્તર, મધ્ય અને કચ્છના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તાઓ રહેશે. તેમજ વધુંમાં તેમણે જણાવ્યું કે ૪ જુન પછી અરબ સગારના ભેજના કાણે પ્રી-મોંનસુન એક્ટિવ થશે જેથી આંધી-વંટોળનો લોકોને સામનો કરવાનો રહેશે.
વધુમાં તેમને ગુજરાત્માં ચોમાંસુ સમય કરતાં વહેલું બેસી શકવાની સંભાવના વ્યકત કરી છે. જેમાં દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટ્લાક ભાગોમાં ૭ થી ૧૪ જુન સુધીમાં ચોમાસુ બેસી જશે અને અરબી સમુદ્રમાં વાવઝોડું બનવાની શકયતા દર્શાવેલ છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |