GSEB HSC Purak Pariksha 2024: વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી અને તેનું પરિણામ 9 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોર્ડ દ્વારા દર વર્ષે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ જુલાઈ 2024 માં નાપાસ અથવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલ છે.
જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ગેરહાજર અથવા નાપાસ થયેલ છે તેઓ પૂરક પરીક્ષા આપવા માટે તારીખ 15/05/2024 થી બોર્ડના સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2024 છે, જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 મે 2024 છે. તો જો તમે નિયમિત પરીક્ષાની લાયકાત ધરાવતા હો તો જલ્દીથી આ ફોર્મ ભરી લેવું જોઈએ તેમજ અંતિમ તારીખ પહેલા ફોર્મ માટે જરૂરી ફી પણ ચૂકવવું પડશે.
પાત્રતા માપદંડ
GSEB HSC Purak Pariksha 2024 એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો GSEB HSC પરીક્ષા 2024 માં ગેરહાજર રહેલ અથવા પાસ કરેલ નથી. ધોરાણ 12ની પૂરક પરીક્ષા માટે અરજી કરતી વખતે નીચે કેટલીક મર્યાદાઓ ધ્યાનમાં દોરવી જરૂરી છે.
- જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થાય, તો તે પૂરક પરીક્ષામાં જ બેસી શકશે.
- જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષામાં બે કરતાં વધુ વિષયમાં નાપાસ થયો હોય, તો તે પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં.
- જે વિદ્યાર્થીઓ GSEB HSC પરીક્ષામાં ગેરહાજર હોય તેઓ પૂરક પરીક્ષા માટે અરજી કરી શકે છે.
GSEB HSC પૂરક પરીક્ષા 2024 ની અગત્યની બાબતો
કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારશ્રી તરફથી પૂરક પરીક્ષાની અરજી ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી કરીને તેઓએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં.
જો કોઈ વિદ્યાર્થી સંસ્કૃતિ માધ્યમમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલ છે તો તે વિદ્યાર્થીનું અરજી પત્રક ઓફલાઈન ભરવાનું રહેશે અને આવા વિદ્યાર્થીઓની યાદી તથા ડીડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવામાં આપવાનું રહેશે.
તો હવે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં નપાસ થયેલ છે અથવા ગેરહાજર રહેલ છે તો તેઓ જલ્દીથી પોતાના પ્રિન્સિપલ અથવા સંબંધિત કર્મચારીને સંપર્ક કરીને પોતાનું પૂરક પરીક્ષાનું ફોર્મ ૨૨ મે સુધી ભરી શકે છે.
પૂરક પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી
જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં બે કે તેથી ઓછા વિષયમાં નાપાસ થયેલ છે તો તેઓ ધોરણ 12 ની પૂરક પરીક્ષા માટે અરજી ફોર્મ તેમજ અરજી ફી ભરવાની રહેશે. જેના માટે તેઓએ પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે કેમ કે આ પૂરક પરીક્ષા ના ફોર્મ શાળા દ્વારા ભરવામાં આવતા હોય તેમની જરૂરી માહિતી શાળાના સંબધીત કર્મચારીને જમા કરાવવાની રહેશે. શાળાના સંબંધિત કર્મચારી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://hscgenpurakreg.gseb.org/https://hscgenpurakreg.gseb.org/ પર જઈને શાળા ઇન્ડેક્સ નંબર તેમજ પાસવર્ડની મદદથી લોગીન કરીને તમામ વિદ્યાર્થીઓની માહિતી ભરવાની રહેશે અને તેમનું અરજી ફોર્મ તથા અરજી ફી સબમિટ કરવાનું રહેશે.