LIC Aadhaar Shila Scheme 2024 : મહિલાઓને સશક્ત બનાવવા અને આર્થિક રીતે મજબુત બનાવવા માટે અનેક યોજનાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત દરેક મહિલા ઘરે બેસીને આ યોજનાઓનો લાભ લઈ શકે છે. સરકાર મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસો કરી રહી છે. ભારતીય જીવન વીમા નિગમ દરેક આવક જૂથ માટે જુદી જુદી યોજનાઓ લઇને આવે છે. એલઆઈસીએ પણ ખાસ કરીને મહિલાઓ માટે પ્લાનની જાહેરાત કરી છે.
આજે અમે એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટુ વળતર મેળવી શકો છો. આ યોજનાનું નામ LIC Aadhaar Shila Scheme છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે દરરોજ માત્ર રૂ. 87નું નાનું રોકાણ કરીને મેચ્યોરિટી પર મોટી રકમ મેળવી શકો છો. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો અમે તમને તેની માહિતી આપી રહ્યા છીએ.
એલ આઈ સી આધાર શીલા યોજના | LIC Aadhaar Shila Scheme 2024
LIC Aadhaar Shila Plan નોન-લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે. આ પોલિસીની પાકતી મુદત પર, રોકાણકારને એક નિશ્ચિત રકમ મળે છે. બીજી તરફ, જો પોલિસીધારક પોલિસી પૂર્ણ થાય તે પહેલા મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે છે.
જાણો કેવી રીતે મળશે 11 લાખ રૂપિયાનું રિટર્ન
જો તમે મેચ્યોરિટી સમયે LIC આધાર શિલા પોલિસી દ્વારા 11 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે દરરોજ 87 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ કિસ્સામાં વાર્ષિક 31,755 રૂપિયાનું પ્રીમિયમ કરવામાં આવશે. આ કિસ્સામાં, 10 વર્ષના સમયગાળામાં કુલ જમા રકમ રૂ.3,17,550 હશે. બીજી તરફ, જો તમે 70 વર્ષની ઉંમરે પૈસા ઉપાડો છો, તો તમને 11 લાખ રૂપિયાનું ફંડ મળી શકે છે.
LIC Aadhaar Shila Scheme 2024 માં કોણ રોકાણ કરી શકે છે?
આ યોજનામાં માત્ર એ મહિલાઓ રોકાણ કરી શકે છે જેમની પાસે આધાર કાર્ડ છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે આ પોલિસી 10 વર્ષ થી 20 વર્ષ માટે ખરીદી શકો છો. મેચ્યોરિટી સમયે સ્ત્રીની મહત્તમ ઉંમર 70 વર્ષ હોઈ શકે છે. આ કિસ્સામાં 55 વર્ષની ઉંમરે તમે ફક્ત 15 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ તમે 2 લાખ રૂપિયાથી લઈને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મેળવી શકો છો.
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |