IPPB Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 54+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
IPPB Recruitment 2024 | India Post Payments Bank Recruitment 2024
પોસ્ટનુ નામ
IPPB દ્વારા કુલ 54 ખાલી જગ્યાઓ માટે એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ), એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ), અને એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહ્યું છે.
નોકરી સ્થળ
સફળ ઉમેદવારોને ભારતમાં ગમે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે. જેમાં દિલ્હી, મુંબઈ અથવા ચેન્નાઈમાં પણ કામ કરવાનો મોકો મળી શકે છે.
લાયકાત
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે B.E./B.Tech હોવી જોઈએ. તથા કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) (03 વર્ષ), અથવા BCA/B.Sc. કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સમાં થયેલા લોકો પણ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને/અથવા ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
પગારધોરણ
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલ જાણકારી અનુસાર, ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં પસંદ કરેલ અરજદારોને વાર્ષિક રૂપિયા 10,00,000 થી લઇ 25,00,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા
અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 22 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કોન્ટ્રાકટનો સમયગાળો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, પસંદ કરેલા ઉમેદવારો માટે કરારનો સમયગાળો 3 વર્ષનો હશે, જેમાં વ્યક્તિગત કામગીરીના આધારે વધારાના 2 વર્ષ માટે કોન્ટ્રાકટ વધારવાની શક્યતા છે.
અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જેમાં જનરલ ઉમેદવારોએ રૂપિયા 750 તથા SC/ST/PWD ઉમેદવારોએ માત્ર રૂપિયા 150.00 અરજી શુલ્ક તરીકે ચુકાવવાના રહેશે.
અંતિમ તારીખ તથા અરજી પ્રક્રિયા
તમામ લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો અંતિમ તારીખ પહેલાં સત્તાવાર વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરી શકે છે, આ ભરતીમાં અરજીની છેલ્લી તારીખ 24મી મે 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |