ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ આંધી-વંટોળ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે તારીખ 16 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ જણાવે છે કે, રાજ્યમાં 12થી 16 મે દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સમી, હારીજ, સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અથવા ઝાટા પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશના વિવિધ ભાગોની સાથે ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે. પંચાગના આધારે પણ હવામાનની આગાહી કરતા અંબાલાલ જણાવે છે કે કાળ વૈશાખનું જોર વધી શકે છે. તેમણે 12થી 16 મે દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે વરસાદ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ આગાહી કરી છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલે અખાત્રીજના પવનના આધારે પણ ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી તાજેતરમાં કરી હતી.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે, સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. આંધી-વંટોળના કારણે અપર વિન્ડની પ્રક્રિયાઓ છે તેની હવે શરુ થશે. અંબાલાલ દ્વારા આ વર્ષે ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે હોળી બાદ અખાત્રીજ પરથી પણ આગાહી કરી હતી.
આ વખતે અંદમાન નિકોબાર ટાપુમાં 16 મેથી વરસાદની શરૂ થશે.16થી 24 મેના ચોમાસું બેસી જશે અને દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાય અને ચક્રવાત થાય છે. પશ્ચિમ હિદ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જવાની શકયતા જોવાઈ રહી છે. આ સાથે અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનના પહેલા સપ્તાહમાં ચક્રવાત થવાની શક્યતા રહેલી છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |