Kuvarbai Nu Mameru Yojana 2024: ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.
પાત્રતા અને માપદંડ
મિત્રો Kuvarbai Mameru Yojana યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.
- સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
- આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
- જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
કુવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અરજી કરો । Kuvar Bai Nu Mameru Yojana 2024
વધુ માહિતી આપડે આના પછી ના લેખ માં જોઈ શુ આ માટે તમે અમારી સાથે જોડાયેલ રહો.