અંબાલાલ પટેલની વરસાદી આગાહી: મિત્રો ગુજરાતમાં હજી પણ ગરમીનો પરો નીચે આવનો નામ નથી લેતો ત્યારે બંગાળાની ખાડીમાં રેમલ વાવઝોડું સક્રીય થતાં પુર્વ ભારતના દરિયા કિનારાના જીલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મિત્રો આ વર્ષે ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ વર્ષનું તાપમાન સૌથી ઉંચું નોધાયું છે. જેમા છેલ્લ એક અઠવાડિયાથી ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સીયસ સુધી પોહ્ચી ગયું છે.
અંબાલાલ પટેલની વરસાદી આગાહી
મિત્રો આ જળહળતી ગરમી વચ્ચે ગુજરાતનાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદી આગાહી કરી છે. જેમાં તેમના દ્વારા જનાવ્યું કે તારીખ ૩૦ જુન બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોધાશે અને પવનની ગતી વધશે જેથી લોકોને ગરમિથી થોડી રાહત મળશે.
અંબાલાલ પટેલની વરસાદી આગાહીમાં વધુમાં જણાવ્યું કે તારીખ ૩૦ મે બાદ ગુજરાતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ 1 જુનથી દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્તાઓ દર્શાવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટ્લાઅક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલ છે.
મિત્રો રેમલ વાવઝોડુંની અસર ના લીધે પ્રી-મોન્સુન સિસ્ટમ એક્ટીવ થવાની શકતાઓ પણ અંબાલાલ દ્વારા જણાવેલ છે. અરબ સાગરમાં 8 જુન પછી વાવાઝોડું સક્રીય થવાની સંભાવના વ્યકત કરાઈ છે. જેના લીધે 14 જુન સુધી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ પડવાની શક્યતાઓ વ્યકત કરાઈ છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું 10 દિવસ વહેલું બેસવાની સંભાનનાઓ વ્યકત કરી છે.
પ્રી-મોનસુન સિસ્ટ્મ ક્યારે એક્ટીવ થશે
મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાતાં જણાવ્યુ કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતનાં કેટ્લાક જીલ્લાઓમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવનો ફુકાશે. તેમજ ધુળની ડમરીઓ પણ ઉત્તર ગુજરાતનાં જીલ્લાઓમાં બનવાની શક્તાઓ વ્યકત કરાઈ છે.
વધુમાં હવામાન વિભાગે પ્રિ-મોન્સુન વરસાદ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, મહેસાણા અને સાંબરકાંઠામાં સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. તેમજ જુન મહિનાના પ્રથમ અઠવાડિયમાં પ્રિ-મોન્સુન સિસ્ટમના લિધે વાદળ છાયુ વાતાવરણ રહેશે. જેનાથી ગરમીનો પારો પણ 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્તાઓ દર્શાવેલ છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ આજથી પ્રિ-મોન્સુન એકટીવિટીના લિધે તાપમાન 40 ડિગ્રીથી નિચે રહેવાની શક્તાઓ વ્યકત કરાઈ છે. અને ગુજરાતમાં વિધિવત ચોમાસું 10 જુન પછી બેસવાની સંભાનાઓ વ્યક્ત કરાઈ છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |