Post Office Scheme: 300 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 4 લાખ રૂપિયાનું વળતર

Post Office Scheme: મિત્રો આજે અમે પોસ્ટ ઓફિસની નવી એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે માત્ર 300 રૂપિયાના નાના રોકાણ થી 4 લાખ રુપિયા સુધીનું વળતર મેળવી શકો છો. જો તમે પોસ્ટ ઓફિસ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રિકરિંગ ડિપોઝીટ સ્કિમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.

મિત્રો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારે દર મહિને રોકાણ કરવાનું રહેશે. આ યોજનાઓ લાંબાગાળાની યોજનાઓ છે. તેમાં તમે કેટલાક વર્ષ સુધી સતત રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો.

Post Office Scheme: પોસ્ટ ઓફીસની આર ડી સ્કિમ

મિત્રો પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમ ચાલે છે જેમાં તમે રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકે છે. પણ આજે અમે પોસ્ટ ઓફિસ આર ડી સ્કિમ વિશે વાત કરી રહ્યા છીએ જે નોકરી અથવા ધંધાદારી કરે છે તેઓએ આ સ્કીમમાં મંથલી રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકે છે.

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ માં જો તમે લાંબા ગાળાના રોકાણ ની શરૂઆત કરો છો. તો તમને આ સ્કિમ અંતર્ગત લોનની સુવિધા પણ મળે છે. તો યોજના અંતર્ગત તમને કેટલું વ્યાજ મળશે તેની સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચવો જરુરી છે.

મિત્રો પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં જો તમે રોકાણ કરતા હોવ અને અચાનક તમને પૈસાની જરુર પડી છે. તો તમે આ સ્કીમ માંથી તમારા રોકાણનો 50 ટકા રકમ ઉપાડી શકો છો. જેમ કે તમે અત્યાર સુધી 2 લાખનું રોકાણ કર્યું છે તો તમે 1 લાખ રુપિયા તમારા રોકાણ માંથી ઉપાડી શકો છો.

આર ડી યોજનાના વિશેષ લાભો 

મિત્રો આ યોજનામાં રોકાણ પર તમને ઘણા બધા ફાયદા મળે છે, જેમ કે જો તમે માત્ર 100 રૂપિયા ના રોકાણ થી આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો. અને એક વ્યક્તિ ગમે તેટલા ખાતા આ યોજનામાં ખોલાવી શકે છે. વધુમાં આ યોજનામાં ચક્રવ્રુધ્ધિ વ્યાજ પણ મળે છે. અને તમે તમારા વારસદારોને નોમિનેશન તરીકે પણ આયોજનમાં દાખલ કરી શકો છો.

મેચ્યોરીટી પહેલા ખાતું બંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે

મિત્રો આ યોજનામાં જો તમે રોકાણ કરો છો તો તેની પાકતી મુદત 5 વર્ષ ની છે. જેથી કરીને તમે મેચ્યોરીટી સુધી એટ્લે કે 5 વર્ષ પહેલા જો તમે આ યોજના નું ખાતું બંધ કરાવવા માંગતા હોવ તો તમે 3 વર્ષના રોકાણ પછી પણ આ યોજનામાં તમારુ ખાતુ બંધ કરી શકો છો.

300 રૂપિયા જમા કરવાથી તમને કેટલું વળતર મળશે

મિત્રો જો તમે આ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો આ પોસ્ટ ઓફિસ આરડી સ્કિમની ગણતરી સમજવી જરૂરી છે. ધારો કે તમે દૈનિક 300 રૂપિયા નું રોકાણ કરો છો, તો તમારુ મંથલી રોકાણ ૬૦૦૦ રૂપિયાનું થશે. જેથી તમારી વાર્ષિક રોકાણ 72000 રૂપિયા થાય અને પાંચ વર્ષ એટલે કે પાકતી મુદતે તમારું રોકાણ ૩ લાખ ૬૦ હજાર રૂપિયા થશે.

તો મિત્રો આ રોકાણ પર તમને સરકાર તરફથી 6.70 ટકા વ્યાજ દર આપવામાં આવશે, જેથી ગણતરી કરીએ તો તમને ૬૮ હજાર જેટલૂં વ્યાજ મળશે. તો તમને પાકતી મુદતે એટ્લે કે મેચ્યોરિટી પર 4 લાખ 28 હજાર 197 રૂપિયા મળશે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment