હવામાન સમાચાર: શહેરમાં સાંજે વાતાવરણ પલટાયું ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી, વાહનચાલકો અટવાયા

હવામાન સમાચાર: કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠામાં આગામી બે દિવસ ધૂળની આંધી ઊડશે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે દિવસ દરમિયાન છુટાછવાયા વાદળો અને પવન ફૂંકાતા કાળાઝળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. ૫ જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે પહોંચતા ગરમી ઘટી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી નોંધાયુ હતું, જે બે દિવસ પહેલા પારો ૪૫.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો. આમ બે દિવસમાં શહેરમાં તાપમાન ૨.૪ ડિગ્રી ગગડ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા અને પાટણમાં તેમજ કચ્છ અને સુરેન્દ્રનગરમાં બે દિવસ ધુળની આંધી ઊડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન સમાચાર: અમદાવાદ શહેરમા આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છુટાછવાયાં વાદળો ઘેરાવાની સાથે સતત પવન ફૂંકાતા ગરમીનું જોર ઘટી ગયું હતું. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ રાજ્યનાં ૫ શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર નોંધાયો હતો, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Leave a Comment