Gujarat Monsoon Forecast 2024: ‘આ વખતના ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે’, જાણો અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી

રાજ્યમાં આજે ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક હીટવેવની અસર છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતી કાલથી ચોમાસું બેસશે ત્યાં સુધી ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ બાદ આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સાથે તેમણે આ વખતે ચોમાસા દરમિયાન વરસાદ સાથે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહે તે અંગેની પણ આગાહી કરી છે.

Ambalal Patel: અંબાલાલ પટેલે જણાવ્યુ કે, સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે.

આવતીકાલ 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાતે ગરમીના રાઉન્ડ બાદ 26મી મેથી ફરી વરસાદી માહોલ બનશે તેમ પણ જણાવ્યુ છે. તારીખ 26થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આ દરમિયાન ભારે ગરમી અને આંધી વંટોળ સાથે વરસાદ થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સાત જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે..

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 7 જૂન આસપાસ પવનો બદલાશે અને સમુદ્રમાં કરંટ થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતા છે. 18થી 25 જૂન રાજ્યના ઘણાં ભાગમાં ચોમાસાનો વરસાદ થશે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં આંધી વંટોળ વધારે થવાની શક્યતા છે. ગાજવીજ અને આંધી સાથે વંટોળ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હિન્દ મહાસાગરમાં ગરમી વધતા વધારે ચક્રવાત થવાની શક્યતા છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં પણ અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળશે. અરબ સાગર બંગાળ ઉપસાગરમાં પણ 16મી મે પછી હલચલ જોવા મળશે. 16થી 24 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને પૂર્વ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment