ગુજરાતમાં આકરી ગરમીની વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 13થી 17 મે દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, નવસારી અને વલસાડ સહિતની જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે.
13થી 17 મે કયા જિલ્લામાં વરસાદની શક્યતા
13 મેના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ થઇ શકે છે.
14 મેના રોજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ થઇ શકે છે.
15 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 16 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. 17 મેના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે.