હવે તમે ફ્રી માં IPL નહી જોઈ શકો, JioCinema માં હવે આપવા પડસે પૈસા થી પ્લાન જાહેર થસે

JioCinema Premium Plan: IPL 2024 વચ્ચે JioCinema એ જોરદાર ધમાલ મચાવી છે. JioCinema એ તેનો પ્રીમિયમ પ્લાન લૉન્ચ કર્યો છે, જેના માટે OTT યુઝર્સે હવે ચૂકવણી કરવી પડશે. Jio Cinema નો પ્રીમિયમ પ્લાન લૉન્ચ થતાં જ યૂઝર્સના મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું તેમને IPL 2024 સિઝનની બાકીની મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે.

JioCinema Premium Plan: જિયો સિનેમાંએ નવો સબ્સક્રિપ્શન

જિયો સિનેમાંએ નવો સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. માત્ર 29 રૂપિયાથી શરૂ થતા આ સબ્સક્રિપ્શન પ્લાનમાં તમે એડ ફ્રી ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં 4K ક્વોલિટીમાં મૂવી, આઈપીએલ મેચ, ટીવી સિરિયલ અને વેબ સિરિઝની મજા માણી શકશો, તે પણ 5 ભાષામાંજોઈ શકો છો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) જેવા જિયો સિનિમા પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ પહેલાની જેમ જ ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મની એડ-સપોર્ટેડ ઓફર હેઠળ ટાટા આઈપીએલ 2024 ની આખી સીઝનની તમામ મેચો જિયો સિનેમા પર ફ્રી જોઈ શકાય છે.

નવો જિયો સિનેમા સબ્સ્ક્રિપ્શન પ્લાન આજથી (25 એપ્રિલ) રિચાર્જ માટે ઉપલબ્ધ છે. આ એક એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન છે એટલે કે તમે એક્સક્લૂસિવ સીરિઝ, મૂવી, હોલિવૂડ, કિડ્સ અને ટીવી કન્ટેન્ટ જાહેરાત વગર જોઇ શકશો. આ પ્લાન ટીવી, મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ પર એક્સેસ કરી શકાય છે.

Leave a Comment