PMEGP લોન યોજના ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે અહિયાં થી અરજી કરો

PMEGP લોન યોજના: દેશ માં ઘણા લોકો પોતાનો ધંધો કરવા માંગે છે એ પછી નાનો હોય કે મોટપાયાનો પરંતુ તેની પાસે પૂરતા પૈસા ના હોવાથી કરી શકતા નથી. તે હેતુ થી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી.

PMEGP લોન યોજના: PMEGP Loan Scheme In Gujarat

યોજના નું નામપ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)
લાભાર્થીવ્યવસાય કરવા ઇછુક
મળવાપાત્ર સહાય50 લાખ રૂપિયા સુધી લોન (35% સુધી ની સબસિડી)
સતાવાર વેબસાઇટhttps://www.kviconline.gov.in

જરૂરી ડોક્યુમેંટ્સ

PMEGP લોન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ્સ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • અરજદારની ઓળખ અને સરનામાના પુરાવા
  • અરજદારનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને આઠમા પાસનું પ્રમાણપત્ર
  • ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમ (EDP) તાલીમનું પ્રમાણપત્ર
  • SC/ST/OBC/લઘુમતી/ભૂતપૂર્વ સૈનિકો/PHC માટે પ્રમાણપત્ર
  • શૈક્ષણિક અને તકનીકી અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર, જો કોઈ હોય તો
  • બેંક અથવા NBFC દ્વારા જરૂરી કોઈપણ અન્ય દસ્તાવેજ

યોજના માટે કોણ લાભ લઈ શકે

  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
  • અરજી કરનાર નું ઉધ્યોગ આધાર હોવું જરૂરી છે.
  • રૂ 50 લાખ સુધી ની લૉન મળવાપાત્ર છે.
  • અરજદાર ઓછા માં ઓછું ધો 8 પાસ હોવા જોઈએ
  • બીજી કોઈ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની યોજના નો લાભ લીધેલ ના હોવો જોઈએ.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

1) નવા ધંધા માટે અરજી (પહેલી લોન)

  • સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
  • ત્યારબાદ તેમાં “Application For New Unit” બટન પર ક્લિક કરો.
  • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો.
  • પછી Save Applicant Data પર ક્લિક કરો.

2) ચાલુ ધંધા માટે અરજી (બીજી લોન)

  • સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
  • ત્યારબાદ તેમાં “Application For Existing Unit”  (2nd Loan)બટન પર ક્લિક કરો.
  • અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો. અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફાઇનલ સબમિશન માટે આગળ વધો.
  • હાલના ધંધા ને અપગ્રેડ કરવા માટે બીજી લોન સબસિડીના રજિસ્ટર્ડ અરજદાર માટે લૉગિન ફોર્મ:
  • PMEGP પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.kviconline.gov.in/pmegpeportal/pmegpIILOAN/applicantLogin.jsp.
  • તમારો યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો અને લોગ ઇન પર ક્લિક કરો.

ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?

ઓફલાઇન અરજી કરવા માટે નીચે ફોર્મ અને પ્રોસેસ સમજાવેલી છે.

https://www.kviconline.gov.in/pmegpeportal/dashboard/notification/Drfat%20signed.pdf ભરેલું અસલ ફોર્મ રાજ્યના સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ અધિકારીઓને સબમિટ કરવામાં આવશે. સબમિશન પર , અરજદારને સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ ઑફિસના વિભાગમાંથી સ્વીકૃતિ સ્લિપ પ્રાપ્ત થશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://www.kviconline.gov.in

Leave a Comment