દિલ્હીમાં ૫૨.૩ ડિગ્રીઃ દેશમાં અત્યાર સુધીનું સર્વાધિક તાપમાન

જોકે બપોર બાદ મોસમનો મિજાજ બદલાયો, રાજધાનીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ.

રાજસ્થાનના ફલૌદીમાં ૫૧ ડિગ્રી, ચૂરુમાં ૫૦.૮ ડિગ્રી તાપમાન ભેજવાળા પવનથી બાડમેર, જોધપુર, સિરોહી, જાલોરમાં તાપમાન ઘટ્યું.

રાજધાની દિલ્હીમાં બુધવારે દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૫૨.૭ ડિગ્રી સે. તાપમાન નોંધાયું. દિબ્બીના મુંગેશપુરમાં હવામાન કેન્દ્રએ બપોરે ૨:૩૦ વાગ્યો ૫૨.૩ ડિગ્રી સે. તાપમાન નોંધ્યું હતું. જોકે કુદરતની કરામત જુઓ કે દેશમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યાના બે કલાક બાદ સાડાચાર વાગ્યાની આસપાસ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. મોસમનો આ મિજાજ જોઈને દિલ્હીવાસીઓ આશ્ચર્યચકિત થયા હતા. ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં બુધવારે ૮,૩૦૨ મેગાવોટની અત્યાર સુધીની સર્વોચ્ચ વીજમાગ પણ રહી. વીજ વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર ઉનાળામાં એસીના વધુ ઉપયોગના કારણે વીજમાર્ગ વધી છે. બીજી તરફ રાજસ્થાનના ફલૌદીમાં બુધવારે ૫૧ ડિગ્રી અને ચૂરુમાં ૫૦.૮ ડિગ્રી સે. તાપમાન રહ્યું. અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા ભેજવાળા પવનના કારણે દક્ષિણ રાજસ્થાનના બાડમેર, જોધપુર, ઉદયપુર, સિરોહી અને જાલોર જિલ્લાઓમાં તાપમાન ચાર ડિગ્રી સે. સુધી થટયું હતું. ઉત્તર ભારતમાં આજથી ધીમે ધીમે લૂધી રાહત મળી શકે છે. આજથી બંગાળના અખાત તરફથી ભેજવાળા પવનના કારણે ઉત્તરપ્રદેશમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા છે.

કેરળમાં આજે મોન્સૂનનું આગમન થઈ શકે

હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં આજે ૩૦ મેના રોજ મેઘસવારીનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે કેરળમાં આગામી ૨૪ કલાક દરમિયાન મોન્સુનના આગમન માટે સાનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને મેઘરાજાનું આગમન થતું હોય છે. જોકે તેમાં ત્રણ-ચાર દિવસ આગળ પાછળ થવા પણ સામાન્ય ગણાય છે જોકે કેરળના ઘણા જિલ્લામાં પહેલેથી ભારે પ્રી- મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવતા અઠવાડિયે અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે.

ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસાનું આગમન

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી ભાગો, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ૧૫ જૂને યોમાસાનું આગમન થશે. ૨૦ જૂન સુધીમાં યોમાસુ ગુજરાતના આંતરિક ભાગોને અને ૨૫ જૂન સુધીમાં સમગ્ર રાજ્યને આવરી લેશે. હવામાન વિભાગ મુજબ દેશમાં અલ નિનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નિના સક્રિય થઈ રહી છે, જે આ વર્ષે ચોમાસુ સારું રહેવાનો સંકેત છે.

Leave a Comment