NVS Recruitment 2024: નવોદય વિદ્યાલયોમાં કોઈ પરીક્ષા આપ્યા વગર શિક્ષકોની તાત્કાલિક ભરતી

NVS Recruitment 2024 : નમસ્કાર સારસ્વત મિત્રો, આપ શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી શિક્ષકની ભરતી થવાની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છો ત્યારે આજે અમે આપને નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા થનાર વિવિધ વિષયના શિક્ષક ભરતી માટેની વિગતવાર માહિતી આપને જણાવી રહ્યા છીએ. જો આપ જાહેરાતમાં દર્શાવેલ વિષય શિક્ષક બનવાની લાયકાત ધરાવતા હોવ તો નિયત સમય મર્યાદામાં આપની અરજી કરી શકશો.

NVS Recruitment 2024

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આવતા જૂન 2024 ના નવા શૈક્ષણિક વર્ષમાટે વિવિધ વિષયના શિક્ષકો માટેની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી આમ તો હંગામી ધોરણે કરાર આધારિત થનાર છે. તેમ છતાં જે મિત્રો ઘરે બેસી અને શિક્ષકની નોકરીની પ્રતિક્ષા કરી રહ્યા છે તેમના માટે આ સરકારી નોકરી માટેની એક સારી તક છે અહીં આપને સારો પગાર તેમજ અનુભવ વગેરે પણ પ્રાપ્ત થશે. એટલે આપ હંગામી જગ્યા માટે પણ આપની શિક્ષકની નોકરી શરૂ કરી દો એ ઇચ્છનીય છે. નવોદય વિદ્યાલય દ્વારા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા વગેરે રાજ્યો માટે નવોદય વિદ્યાલયોમાં PGT, TGT જેવા વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી માટે આ જાહેરાત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવી છે.

મિત્રો આપ સૌ જાણો છો તેમ નવોદય વિદ્યાલય સમિતિ સમગ્ર ભારતનાં તમામ રાજ્યોમાં એક ઉચ્ચ કક્ષાનું ગુણવત્તા લક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ વિદ્યાલયોમાં વિવિધ વિષયોની ખાલી પડનાર શિક્ષકની જગ્યાઓ હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના વિવિધ વિદ્યાલયોમાં ભરતી માટે બહાર પાડવામાં આવી છે. આ માટે જૂન 2024 થી માત્ર કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા સારું આ જાહેરાત આપવામાં આવી છે. અહીંથી અમે આપને કરાર આધારિત શિક્ષકના પદ માટેનો પગાર, વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત વિશે આપને વિગતવાર જણાવી રહ્યા છીએ.

ખાલી જગ્યા 

નવોદય વિદ્યાલયો માં શારીરિક શિક્ષણ, સંગીત શિક્ષક, લાયબ્રેરીયન, કોમ્પ્યુટર સાયન્સના શિક્ષકો જેવા વિવિધ વિષયોના શિક્ષકો માટેની આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા માટે NVS Recruitment દ્વારા નિર્ધારિત કરેલ છેલ્લી તારીખ 7 જૂન પહેલાં તેમની અરજી નવોદય વિદ્યાલય ની સત્તાવાર વેબસાઈટ ના માધ્યમથી ઓનલાઈન કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

નવોદય વિદ્યાલયની જુન 2024 માટે થનાર ભરતી માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક તેમજ બી.એડ. ઉપરાંત સીટેટ CTET પરીક્ષા પાસ કરેલ હોવી આવશ્યક છે. ઉમેદવાર મિત્રોએ નવોદય વિદ્યાલય ની વેબસાઈટ પરથી સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો જ તેમણે સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ઉમેદવારી અરજી કરવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા 

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા થનાર શિક્ષક ભરતી માટેની ઉમેદવારી અરજીઓ ઓન લાઇન મંગાવવામાં આવેલી છે. આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. ઉમેદવારોની પસંદગી મેરીટ આધારે તેમજ તારીખ : 14/06/2024 થી 18/06/2024 દરમ્યાન મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા તેમજ તબીબી પરીક્ષણને આધારે ઉમેદવારોની ક્ષમતાની ચકાસણી કરી તારીખ 20/06/2024 સુધીમાં મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

અરજી ફી

નવોદય વિદ્યાલય દ્વારા જુન 2024 થી શિક્ષણકાર્ય થઈ શકે તે માટે કરવામાં આવનાર શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન અરજી માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. એટલે કે શિક્ષક બનવા માટે ઉમેદવારી કરનાર મિત્રો તદ્દન મફતમાં તેમની આ અરજી નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઈટ દ્વારા કરી શકે છે. તેમણે કોઈ ફી ચૂકવવાની થતી નથી.

વયમર્યાદા

નવોદય વિદ્યાલયોમાં થનાર કરાર આધારિત થનાર આ શિક્ષક ભરતી માટે ઉમેદવારની વય 50 વર્ષ રાખવામા આવી છે. અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારો માટે NVS સમિતિ દ્વારા ઉપલી વય મર્યાદામાં છૂટ છટ મળી શકે છે.

અરજી કરવાની રીત 

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ભરતી થનાર આ શિક્ષક ભરતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી સૌપ્રથમ ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરી તેનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી જો તેઓ લાયકાત અને અન્ય પાત્રતા ધરાવે છે. તો તેમણે અરજી કરવી જોઈએ અરજી કરવા માટેની અંતિમ તારીખ 7 જૂન 2024 રાખવામાં આવી છે.

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment