બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 92,300 સુધી બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ધોરણ-12 પાસ માટે કુલ 1526+ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો અને રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી ખુબજ જરૂરી છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જાણવા મળી જશે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
BSF Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | બોર્ડર સિક્યોરિટી ફોર્સ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 05 જૂન 2024 |
અરજી શરૂઆત તારીખ | 09 જૂન 2024 |
અરજી છેલ્લી તારીખ | 08 જુલાઈ 2024 |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | rectt.bsf.gov.in |
પોસ્ટનુ નામ
બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરના પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કુલ 1526 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા બહાર પાડી છે જેમાં હેડ કોન્સ્ટેબલની 1283 તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 243 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ
મિત્રો, સીમા સુરક્ષા દળની આ ભરતીમાં ફાઇનલ પસંદગી મેળવ્યા બાદ હેડ કોન્સ્ટેબલના પદ પર માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પદ પર માસિક રૂપિયા 29,200 થી 92,300 સુધી પગાર આપવામાં આવે છે.
લાયકાત
સીમા સુરક્ષા દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. અન્ય વિગતો માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવો.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- સ્કિલ ટેસ્ટ (ફક્ત સ્ટેનો માટે જ)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી કસોટી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.
જરૂરી તારીખો
મિત્રો, કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અરજીની તારીખ જાણવી ખુબજ જરૂરી છે કારણ કે જો અંતિમ તારીખ વીતી ગઈ હોય તો આપણે અરજી કરી શકતા નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની આ ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 05 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 09 જૂન 2024 છે અને છેલ્લી તારીખ 08 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |