હવામાન વિભાગની આગાહી: 11 જૂન સુધીમાં રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

gujarat havaman samachar 2024: ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે હાલ મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને મુંબઈના ઘણા બધા એરિયામાં અને વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સાથો-સાથ ભારે પવન ફુકાવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાંજના સમયમાં ઠંડો પવન વરસાદી માહોલ જોવા મળે છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીમાં થોડી રાહત મળી રહે છે ચલો જણાવીએ હવામાન વિભાગની આગાહી વિશે

ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની શરૂઆત 

પાંચ તારીખથી મુંબઈમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે મુંબઈમાં વરસાદ આવ્યા બાદ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વરસાદ પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી હતી ત્યારે હવે 11 જૂન સુધીમાં રાજ્યમાં ઘણાખરા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગની આગાહી અનુસાર દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, દાહોદ, ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ 7 જૂન બાદ નર્મદા છોટાઉદેપુર અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે

આઠ જુન ની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી, આણંદ, પંચમહાલ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સાથો-સાથ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી.

11 જૂન સુધીમાં જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ 9 જૂન બાદ રાજ્યના ઘણા ખરા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં પડી શકે છે આ સિવાય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાં આગામી 10 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે

મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં ગાજવીર સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી 11 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment