Coaching Help Scheme: ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજનામાં ફોર્મ ભરી મેળવો 20000 ની સહાય

Coaching Help Scheme: હેલો મિત્રો આજે આપણે ગુજરાત સરકારની એક નવી યોજના વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં વિદ્યાર્થી મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા કોચિંગ સહાય નામની નવી યોજના જ બહાર પાડવામાં આવે છે. જેના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકારી ભરતીની તૈયારીઓ કરવા માટે ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ ક્લાસીસ માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આજે આપણે આ કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાના લાભ લેવા માટે કયા જરૂરી દસ્તાવેજો ની જરૂરિયાત રહેશે વગેરેની માહિતી આ લેખના માધ્યમથી મળીશું.

મિત્રો કોચિંગ સહાય યોજના માટે વર્ષ 2024 ની અરજી પ્રક્રિયા 1 જુન 2024 થી શરૂ થઈ ગયેલ છે તો હવે જે લોકો અનુસૂચિત જાતિ વર્ગ માં આવે છે અને તેઓ પોતાની કોચિંગ ક્લાસીસ માટે સહાય મેળવવા માગતા હોય તો 31 જુલાઈ 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ટ્યુશન સહાય યોજના । Coaching Help Scheme

મિત્રો ગુજરાતમાં રહેતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આ ખાસ કોચિંગ સહાય યોજના ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં જે વિદ્યાર્થી મિત્રો સરકારી પડતી જેવી કે યુપીએસસી જીપીએસસી અથવા વર્ગ ત્રણની કોઈપણ ભરતી માટે તેની તૈયારી કરતા હોય તો તેઓ સરકારની આ યોજનામાં અરજી કરીને વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે અને પોતાની કોચિંગ ની ફી ભરીને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે છે

ટ્યુશન સહાય યોજના માટે લાયકાત

મિત્રો જે વિદ્યાર્થી મિત્રો કોચિંગ સહાય યોજનામાં અરજી કરવામાં આવતો હોય તેવો પોતે આ યોજના માટે પાત્ર છે કે નહીં તે સૌપ્રથમ ચકાસવું જરૂર છે, જેના માટે નીચેની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.

  • અરજી કરના વિદ્યાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ
  • અરજદારની ઉંમર વિદ્યાર્થીઓ માટે ₹35 વર્ષ અને વિદ્યાર્થીનીઓ માટે 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • કુટુબની આવક મર્યાદા ૪.૫૦ લાખથી ઓછી હોવી જોઈએ.
  • તમે જે સંસ્થામાં ટ્યુશન લઈ રહ્યા છો તે સંસ્થાનું ત્રણ વર્ષથી જૂની હોવી જોઈએ
  • કોચિંગ સંસ્થાનું જીએસટી રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને વિદ્યાર્થી કાયમી હાજર રહે છે તેની માહિતી આપવી જરૂરી છે
  • વિદ્યાર્થીએ ધોરણ 12માં 50% કે તેથી વધુ અથવા ગ્રેજ્યુએશન પરીક્ષામાં 50% કે તેથી વધુ માર્ક ધરાવતો હોવો જોઈએ
  • વિદ્યાર્થીના માતા-પિતા સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ અથવા પેન્શન ધારક ના હોવા જોઈએ

કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

જે વિદ્યાર્થી મિત્રો કોચિંગ સહાય યોજના (Coaching Help Scheme) માટે અરજી કરવા માંગે છે તેનું આધારકાર્ડ, રેહઠાણનો પુરાવો, આવકનો દાખલો, જાતિનો દાખલો, બેંક પાસબુકની નકલ, વિદ્યાર્થીની માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વગેરે ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

ટ્યુશન ક્લાસીસની પાત્રતા

જે વિદ્યાર્થી મિત્રો આ કોચિંગ સહાય માટે અરજી કરવા માંગે છે તેઓએ પોતાના કોચિંગ ક્લાસ માંથી નીચે મુજબની વિગતો ધરાવતા હોય તો જ તેઓ અરજી કરી શકે છે

  • તમે જે કોચિંગ ક્લાસીસમાં જાઓ છો તે કોચિંગ ધરાવતી સંસ્થા ત્રણ વર્ષ કે તેથી વધુ જૂની હોવી જોઈએ
  • તમારી કોચિંગ સંસ્થાની જીએસટી રજીસ્ટર હોવું જોઈએ
  • વિદ્યાર્થીઓને પોતાની હાજરીનું પ્રમાણ ફિંગર પ્રિન્ટ મશીન દ્વારા કરાવતા હોવા જોઈએ
  • તમારી કોચિંગ સસ્થા મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950, કંપની અધિનિયમ 1956 અથવા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 મુજબ હોવું જોઈએ.

આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાની માટે કોચિંગ સાહેબ વદનાનું ફોર્મ ભરવા માગતા હોય તો તેઓ નીચે મુજબના પગલાનું શરીરને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

  • સૌપ્રથમ સરકારની ઓફિસિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ ખોલો
  • ત્યારબાદ હવે હોમપેજ યોજનાઓ નામનો મેનુમાં તમને કોચિંગ સહાય યોજનાનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
  • ત્યારબાદ સમય નીચે આપેલા બટન પર ક્લિક કરો અને તમારી સામે લોગીન પેજ ખુલશે જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ના કરાવેલો હોય, તો ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
  • એકવાર રજીસ્ટ્રેશન થયા બાદ તમે લોગીન આઈડી થી લોગીન કરો અને ટ્યુશન સહાય યોજના ની સામે અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરીને તમારું અરજી ફોર્મ ખોલો
  • હવે અરજી ફોર્મ માં તમારા શૈક્ષણિક વિગતો અને કોચિંગ ની વિગતો વગેરે ભરીને તમારો ફોટો અને સાઈન અપલોડ કરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો તેમજ પાસબુકનું પ્રથમ પેજ વગેરેનો ફોટો ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આગળ વધો
  • છેલ્લે તમારી તમામ દાખલ કરેલ વિગત ચકાસીને તમારું કોચિંગ સહાય યોજના ફોર્મ સબમીટ કરો

તમારું ફોર્મ સબમીટ કર્યા બાદ નાયબ નિયામક દ્વારા તેને મંજૂર મંજૂરી મળ્યા પછી સહાયની રકમ સીધા તમારા બેંક ખાતામાં જમા થશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment