Cyclone Remal: રેમલ વાવાઝોડું મચાવશે તબાહી,આ દિવસે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે તુટી પડશે

Cyclone Remal: મિત્રો અત્યારે ગરમીથી ત્રાશી ગયેલા લોકો હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારત પર એક ચક્રવર્તી તોફાનનઓ ખતરો મંડાઈ રહ્યો છે. જે આગામી 48 કલાકમાં ભારતના પુર્વ ભારતના દરીયા કિનારે ત્રાટકી શકે છે. મિત્રો બંગાળની ખાડીમાં વિકસિત થયેલું આ ચક્રવાત 26 મીના રોજ પૂર્વ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ત્રાટકશે. જેના અસર ગુજરાત સુધી પણ થઈ શકે તેવું વિભાગ દ્વારા સૂચવવામાં આવે છે.

વાવાઝોડું રેમલ વિષે અંબાલાલની આગાહી

મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો પર નવ ચક્રવાતનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં તમને જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ 24 અને 25 મેના રોજ હિટવેવની સ્થિતિ ચાલુ રહેશે તેમજ 26 મે બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે. વધુમાં તેમને જણાવ્યું કે 26 થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં આધિ-વંટોળ સાથે વરસાદી ઝાપટાઓ પડશે.

મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રેલમ ચક્રવાતને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 25 અને 26 ના રોજ પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેલમ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જેના લીધે ગુજરાતમાં પણ તારીખ 26 મેથી પવનોની ગતિમાં વધારો થશે અને 26 મે બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે ધીમે નીચે જશે. જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં આરબ સાગરમાં સર્જાના ચક્રવાતના લીધે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં તેને અસર જોવા મળશે.

વાવાઝોડાનું નામ ‘રેમલ’ કોણે રાખ્યું?

મિત્રો તમને જણાવી દઈએ કે નવું ચક્રવાતનાં નામ એક સમજુતી કરાર હેઠળ રાખવામાં આવે છે. જેની શરુઆત વર્ષ ૧૯૫૩ થી થઈ હતી. પરંતુ હિંદ મહાસાગરમાં આઠ દેશો છે જેમનાં દ્વારા વર્ષ દરમિયાન આવતા તમામ ચક્રવાતનાં નામ અગાઉથી જ રાખવામાં આવે છે. આ વખતે રેમલ વાવાઝોડાનું નામ ઓમન દેશ દ્વારા રાખવામાં આવેલ છે. રેમલ એ એક અરબી શબ્દ છે.

મિત્રો વધુમાં જો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ૧૦ જુન પછી બેસી શકે છે. જેમાં ૭ જુન પછી સમુદ્રમાં કરંટ જોવા મળહે જેના લિધે ૧૫ થી ૨૫ જુન વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને જુન મહિનામાં આંધી, વંટોળ અને ચક્રવાતની પણ આગાહી અરબી સમુદ્રમાં કરવામાં આવી છે. તો ખેડુત ભાઈઓને પોતાના ઉનાળું પાકની લણણી કરી લેવી અને જલ્દીથી તેનો બગાડ ના થાય તે આગાઉ ઉપજ મેળવી લેવી.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment