નમો લક્ષ્મી- નમો સરસ્વતી યોજનાનો ૮૫ કરોડનો પ્રથમ હપતો જાહેર

નમો લક્ષ્મી- નમો સરસ્વતી યોજના: રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની ૧૦ લાખ વિદ્યાર્થિનીઓ અને ધોરણ.૧૧-૧૨ સાયન્સનાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને આગામી ૨૭મી જૂનના રોજ પ્રથમ હપ્તાની રૂ.૮૫ કરોડની ચૂકવણી કરવામાં આવશે. પ્રવેશોત્વસના પ્રથમ દિવસે બંન્ને સ્કોલરશિપ યોજનાનો પ્રથમ હપ્તો ચુકવા એ માટે આજે શુક્રવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ વિભાગની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયા બાદ શિક્ષણ સચિવ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.

સ્કોલરશિપ માટેનું પોર્ટલ તૈયાર કરી દેવાયુ છે, જેના માટે સોમવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. રજિસ્ટ્રેશન વર્ગ શિક્ષક દ્વારા કરવામાં આવશે, વિદ્યાર્થીઓ પાસેથી માત્ર વિગતો મેળવવાની રહેશે.

વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ કન્યાઓ ધોરણ.૧૨ સુધીનું શિક્ષણ મેળવે એ હેતુથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજના જાહેર કરાઈ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત ધોરણ.૯થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજે ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન રૂ.૫૦ હજારની સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ધોરણ.૯ અને ૧૦માં રૂ.૧૦-૧૦ હજાર અને ધોરણ. ૧૧ અને ૧૨માં રૂ.૧૫-૧૫ હજારની સહાય ચુકવાશે. આ વિદ્યાર્થિનીઓને પ્રથમ હપ્તા પેટે રૂ.૬૬ કરોડની ચુકવણી કરવામાં આવશે. આ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે ગુજરાત બોર્ડ સંલગ્ન ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પણ પરિવારની વાર્ષિક રૂ.૬ લાખની આવક મર્યાદાને ધ્યાને રાખી સહાય ચુકવાશે.

Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા

નમો સરસ્વતી યોજના વિદ્યાર્થીને ભણવા માટે મળશે ₹25,000 ની સહાય નવી યોજના બહાર પડી છે આવી રીતે ફોર્મ ભરો

Ladli Lakshmi Yojana 2.0: મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી ઓનલાઈન અરજી કરવાની પાત્રતા, દસ્તાવેજો અને સંપૂર્ણ પ્રક્રિયા જાણે છે.

Leave a Comment