Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા

Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના 2024: આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. “નમો લક્ષ્મી યોજના” નો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે. જેથી વિદ્યાર્થીનીઓ સારો અભ્યાસ મેળવી શકે. અને અધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહિ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે.

Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
યોજનાનો હેતુઅભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો
લાભાર્થીની પાત્રતાધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
વિદ્યાર્થીનીઓને મળતી કુલ સહાય50,000 રૂપિયા
અરજીની પ્રક્રિયાઓનલાઇન
ઓફિશીયલ વેબસાઇટhttps://cmogujarat.gov.in

નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય । Namo Lakshmi Yojana Benefit

  • ધોરણ-9 અને ધોરણ-10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવમાં આવશે. જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને ધોરણ-10 માં 5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બાકીનાં 10,000 રૂપિયા ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.
  • ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-11 માં 7,500 રૂપિયા અને ધોરણ-12 માં 7,500 રૂપિયા પ્રમાણેની સહાય આપવામાં આવે છે. એમ કુલ 15,000 રૂપિયા આપવામાં આવે છે. બાકીનાં 15,000 રૂપિયા ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.

લાભાર્થીની પાત્રતા । Namo Lakshmi Yojana Eligibility

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ\ને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.

નમો લક્ષ્મી યોજના અરજીની પ્રક્રિયા । Namo Lakshmi Yojana Online Apply

  • “નમો લક્ષ્મી યોજના” માં અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે.
  • આ યોજના માટે શાળાઓ દ્વારા “નમો લક્ષ્મી” નામનું Portal બનાવવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીનાં વાલીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે. જો લાભાર્થીનાં વાલી ના હોય તો, સહાયની રકમ લાભાર્થીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે.
  • આ યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓ ની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓ ની યાદી “નમો લક્ષ્મી” પોર્ટલ પર મૂકવામાં આવશે.
  • જો વિદ્યાર્થીનિની સરેરાશ હાજરી 80% થી ઓછી હશે, તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહીં.
  • રિપીટર વિદ્યાર્થીનિઓ ને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં.
  • જો વિદ્યાર્થીની ને કોઇ અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હશે, તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે.

Leave a Comment