આજે મીની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી,જુઓ આગાહી ની સંપૂર્ણ માહિતી

આજે તમામ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજી 4 દિવસ રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

15 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલે, મોરબી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, ડાંગ, ભાવનગર, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

16મી તારીખનાં રોજ રાજકોટ, દીવ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા રહેલી છે.

17 તારીખનાં રોજ નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.

Leave a Comment